મુંબઈ શેરબજારમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. હેવીવેઈટ શેરોમાં આક્રમક વેચવાલીથી સેન્સેકસ 300 પોઈન્ટથી અધિક તૂટયો હતો. શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું. અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારતા અને હજુ વધુ વધારાની આશંકા દર્શાવતાં ખચકાટ સર્જાયો હતો.
શેરબજારમાં આજે એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, જે.એસ.ડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, મહિન્દ્ર,મારૂતી, નેસલે, રીલાયન્સ, ટાઈટન, ભારત પેટ્રોલીયમ ટેક મહિન્દ્ર વગેરેમાં ઉછાળો હતો.
ભારતી એરટેલ, ઈન્ફોસીસ , સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, સીપ્લા, સન ફાર્મા, કીવીઝ લેબ, ડો.રેડ્ડી, વગેરે ઉંચકાયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 320 પોઈન્ટના ઘટાડાથી 66383 હતો તે ઉંચામાં 66984 તથા નીચામાં 66341 હતો.નીફટી 80 પોઈન્ટના ગાબડાથી 19699 હતો તે ઉંચામાં 19867 તથા નીચામાં 19686 હતો.
દરમ્યાન આજે નેટવેબ ટેકનું આજે લીસ્ટીંગ થયુ હતું 500 રૂપિયાના ભાવે અપાયેલા શેરનુ 947 ના ભાવે લીસ્ટીંગ થયુ હતું. અંદાજીત 90 ટકા ઉંચા પ્રિમીયમથી બમ્બર લીસ્ટીંગથી ઈન્વેસ્ટરોને મોટી કમાણી થઈ હતી.