WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે કંપની આ પ્લેટફોર્મમાં સતત નવા ફીચર્સ એડ કરી રહી છે. આ પ્લેટફોર્મ પર અન્ય એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે, જેની મદદથી તમે ટૂંકા વિડિયો સંદેશા મોકલી શકશો. કંપનીએ આ ફીચરને વિડીયો મેસેજ નામ આપ્યું છે. આ ફીચર ઓડિયો મેસેજ જેવું જ છે, જેની મદદથી તમે તરત જ જવાબ આપી શકો છો. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ ટેક્સ્ટ કે ઓડિયો મેસેજનો ઝડપી જવાબ આપવા માટે વીડિયો મેસેજ રેકોર્ડ કરી શકે છે.
નવા ફીચરમાં શું ખાસ છે?
વોટ્સએપનું નવું ફીચર રિયલ ટાઈમ વીડિયો મેસેજ સર્વિસ લાવે છે, જેની મદદથી તમે 60 સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરીને મોકલી શકો છો. કંપનીનો દાવો છે કે આ મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. આ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે અને તે આગામી થોડા અઠવાડિયામાં તમામ યુઝર્સ સુધી પહોંચશે. Meta CEO માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટ શેર કરીને આ ફીચરના સમાચાર આપ્યા. તેણે એ પણ જણાવ્યું છે કે આ ફીચર WhatsApp પર કેવી રીતે કામ કરશે. WhatsAppનું નવું ફીચર રિયલ ટાઈમ વોઈસ મેસેજિંગની જેમ જ કામ કરશે.
આ રીતે કામ કરશે:-
સૌથી પહેલા તમારે કોઈપણ વોટ્સએપ ચેટ ઓપન કરવી પડશે. અહીં તમે ટેક્સ્ટ બોક્સની બાજુમાં વિડિઓ રેકોર્ડર આઇકોન જોશો. વીડિયો રેકોર્ડ કરવા માટે, તમારે આ આઇકોન પર ક્લિક કરવું પડશે અને 60 સેકન્ડ સુધી વીડિયો રેકોર્ડ કરી શકશો. કંપનીએ આ ફીચર વિશે સમજાવતો એક બ્લોગ પણ શેર કર્યો છે. આ ફીચર iOS અને Android બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. આ સુવિધા માટે તમારે WhatsApp ને અપડેટ કરવું પડશે.