તાજેતરમાં આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું જેમાં ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે.જેમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.
આ વર્ષે ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. પરંતુ સુત્રો મુજબ આ મેચની તારીખમાં ફેરફાર થવાની શક્યતા છે.
BCCIના સચિવ જય શાહનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જય શાહે કહ્યું છે કે આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફારનીથઈ શકે છે અને આવનાર થોડા દિવસોમાં તેની જાહેરાત થઈ શકે છે. જય શાહે કહ્યું કે 2-3 સભ્ય બોર્ડ દ્વારા વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર કરવા અપીલ કરી છે અને એમા પણ ખાસ કરીને તે ભારત અને પાકિસ્તાનની મેચ માટે.
જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 15ની જગ્યાએ 14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે છે. કારણ કે 15 ઓક્ટોબરે નવરાત્રીનો પ્રથમ દિવસ છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને નવરાત્રિ તહેવારને કારણે તારીખ બદલવા માટે એલર્ટ કરી દીધું છે. નોંધવા જેવી બાબત એ છે કે, વર્લ્ડ કપ દરમિયાન માત્ર નવરાત્રિ જ નહીં પરંતુ દિવાળી અને દશેરા જેવા તહેવારો પણ આવવાના છે. આવી સ્થિતિમાં BCCIને મેચનું આયોજન કરવામાં ઘણી બઘી મુશ્કેલીઓ પડી શકે છે.
જય શાહે પોતાના નિવેદનથી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ બદલાશે તો ઘણા બદલાવ કરવા પડી શકે છે. જય શાહના મતે એક નહીં પરંતુ 2 કે તેથી વધુ મેચોની તારીખોમાં ફેરફાર થઈ શકે છે.
પરંતુ અહીં એ સમજવા જેવું છે કે ખરો મુદ્દો ભારત-પાકિસ્તાન મેચને ફરીથી શેડ્યૂલ કરવાનો છે. જો આ મેચ 15ની જગ્યાએ 14 ઓક્ટોબરે થાય છે, તો તેનાથી બ્રોડકાસ્ટર્સને મોટું નુકસાન થશે, કારણ કે 14 ઓક્ટોબરે 3 મેચ એકસાથે અટકી જશે. આવી સ્થિતિમાં, BCCI ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચના એક દિવસ પછી એટલે કે 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચના સમયે 14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે છે.
ODI વર્લ્ડ કપ માટે ભારતી ટીમનું સંપૂર્ણ શેડ્યુલ
8 ઑક્ટોબર વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
11 ઑક્ટોબર વિરુદ્ધ અફઘાનિસ્તાન
15 ઑક્ટોબર વિરુદ્ધ પાકિસ્તાન, અમદાવાદ
19 ઑક્ટોબર વિરુદ્ધ બાંગ્લાદેશ,
22 ઑક્ટોબર વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, ધર્મશાલા
29 ઑક્ટોબર વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લખનૌ
2 નવેમ્બર વિરુદ્ધ નેધરલેન્ડ, મુંબઈ
5 નવેમ્બર વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કોલકાતા
11 ઓક્ટોબર નવેમ્બર વિ. શ્રીલંકા, બેંગલુરુ