અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે આગ લાગી હતી.જેથી હોસ્પિટલમાં દાખલ 100થી વધુ દર્દીઓને ઓસવાલ ભવન લઈ જવાયા.માત્ર ICU-દિવ્યાંગ દર્દીઓને હોસ્પિટલના સુરક્ષિત ભાગમાં રખાયા.આગ વિકરાળ હોવાથી મેજર કૉલ પણ જાહેર કરવામાં આવ્યો.તો ફાયર વિભાગની 29 ગાડીઓ થકી ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી છે.અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા.તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીને દુર્ઘટનાની જાણકારી મેળવી.રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગ્યા બાદ નજીકની સોસાયટી ખાલી કરાવાઈ તો દિવાલને અડીને આવેલા ફ્લેટ ખાલી કરાવાયા.તો બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થયા.