વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં હજ કરીને આવેલી મહિલાઓની વાત કરી હતી.તેમણે આ માટે સાઉદી અરેબિયા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યુ કે તાજેતરમાં હજથી પરત ફરેલી મુસ્લિમ મહિલાઓના પત્રો પણ મને મોટી સંખ્યામાં મળ્યા છે.આ મહિલાઓએ કોઈ પણ પુરુષ સાથી કે ‘મેહરમ’ વગર ‘હજ’ કરી હતી.તેમની સંખ્યા માત્ર 50 કે 100 નથી પરંતુ 4,000થી વધુ છે.આ એક મોટો બદલાવ છે,અગાઉ મુસ્લિમ મહિલાઓને ‘મેહરમ’ વગર ‘હજ’ કરવાની મંજૂરી નહોતી.મેહરમ વગર હજ કરતી મુસ્લિમ મહિલાઓ માટે મહિલા સંયોજકોની નિમણૂંક કરવા બદલ હું સાઉદી અરેબિયાની સરકારનો આભાર માનું છું.