મુખ્યમંત્રી દર સપ્તાહના પહેલા બે દિવસ એટલે કે પ્રતિ સોમવાર અને મંગળવારના દિવસોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાગરિકો,પ્રજાજનો,જનપ્રતિનિધિઓને મુલાકાત આપતા હોય છે.પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સોમવાર એટલે કે 31 જુલાઈ 2023 એ મુલાકાત માટે મળશે નહિ.સોમવાર 31 જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પૂર્વ નિર્ધારિત અન્યત્ર રોકાણોને કારણે લોકોને મુલાકાત માટે મળી શકશે નહી.તે અંગે નોંધ લેવા મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર દ્વારા જણાવવામાં આવેલ છે.તો આ બે દિવસ લોકોએ મુખ્યમંત્રીની મુલાકાત માટે ન આવવા સૂચના કરાઈ છે.