વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે પુણેની મુલાકાતે જશે.જ્યાં વડાપ્રધાન દગડુશેઠ મંદિરની મુલાકાત લેશે અને ત્યાં પૂજા પણ કરશે.ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.ત્યારબાદ તેઓ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.વડાપ્રધાન મોદી PCMC હેઠળ આશરે રૂ.300 કરોડના ખર્ચે વિકસિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે અને PCMC દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા 1,280 મકાનોને પણ સોંપશે તેમ વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.