લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી છે.શક્તિસિંહ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બેઠકોનો દોર ચાલાવી રહ્યાં છે.જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખો સાથે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ બેઠક યોજી તેમાં નિષ્ક્રિય સભ્યોને બહારનો રસ્તો દેખાડવાનો તખ્તો તૈયાર કરાયો.મળતી માહિતી મુજબ સંગઠનનાં સક્રિય અને નિષ્ક્રિય સભ્યોની યાદી બનાવી પગલા લેવાશે.શક્તિસિંહ ગોહિલ જિલ્લા પ્રમુખો સાથે વન ટૂ વન બેઠક કરી માહિતી મેળવી અને જરૂરી પગલા લેવા સૂચનો આપી છે.કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અનુસાર ટીમ શક્તિસિંહમાં સક્રિય અને નવા ચહેરાઓ જોવા મળશે.શક્તિસિંહનો સ્પષ્ટ સંદેશ છે કે કામ ન કરનાર સાઈડ લાઈન થશે.