મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લામાં આયોજીત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્યોના અભ્યાસ વર્ગના બીજા દિવસે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોરે પાઘડી,ખેસ અને મોમેન્ટથી સ્વાગત સન્માન કર્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.કે આઝાદીનો અમૃતકાળ ગોલ્ડન પિરિયડ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશમાં ઉભું થતું ઇન્ફાસ્ટ્રક્ચર દેશમાં જ ઉભું કર્યું.વડાપ્રધાને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી.આરોગ્યના ક્ષેત્રમાં આજે નાના માણસને મોટી સરકારી હોસ્પિટલમાં સારવાર મળે માટે આયુષ્યમાન કાર્ડ લોકોને આપ્યું.તેમણે જણાવ્યુ કે સરકારે બાળક જન્મે ત્યાંથી લઈ મૃત્યુ સુધીની યોજનાઓ બનાવી છે.સરકારે હમેશા નાના માણસની ચિતા કરી યોજનાઓ બનાવી છે.