ગુજરાતમાં સિઝનનો કુલ 78 ટકા વરસાદ નોંધાયો છે.જેને પગલે ગુજરાતના મોટા ભાગના જળાશયો છલકાઈ ગયા છે અને મહત્વના ડેમ ભરાવાની નજીક છે.જે ચામાસાના હાલની સિઝનની ફળશ્રુતિ ગણી શકાય કે આખુ વર્ષ ચાલે તેટલુ જળ રાજ્યમાં જમા થઈ ગયુ.રાજ્યનાં જળાશયોમાં જળસ્તરની વાત કરીએ તો ગુજરાતના 207 ડેમો પૈકી 61 ડેમો સંપૂર્ણ ભરાયા.દક્ષિણ ગુજરાતના 13 માંથી ત્રણ ડેમ ભરાયા જેમાં 69.54 ટકા જળ સંગ્રહ,કચ્છના 20 પૈકી 10 ડેમ ભરાયા જેમાં 66.86 ટકા જળ સંગ્રહ,ઉત્તર ગુજરાતમાં 15 ડેમમાં 69.26 ટકા પાણીનો જથ્થો.તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 72.84 ટકા જળ સંગ્રહ છે.જે સૌથી મહત્વની વાત છે.