જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયાની ઘટના બની છે.આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી.વિગતો મુજબ RPFના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી.ફાયરિંગની આ ઘટના વાપીથી બોરીવલી મીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી.GRP મુંબઈના જવાનોએ મીરા રોડ બોરીવલી વચ્ચે કોન્સ્ટેબલને કસ્ટડીમાં લીધો હતો.આરોપીનો ઈરાદો શું હતો અને તેણે આ ગોળી શા માટે ચલાવી તે જાણી શકાયું નથી.આ ગોળીબારમાં અન્ય મુસાફરોને ઈજા થઈ નથી.ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થતાં જ ટ્રેનમાં દોડધામ મચી ગઈ હતી.પશ્ચિમ રેલ્વેએ આ અંગે જણાવ્યુ કે,’પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો.આરોપી કોન્સ્ટેબલને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.