સરસંઘચાલક મોહનજી ભાગવત આનંદ દિઘે કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે થાણેની મુલાકાતે હતા.આ પ્રસંગે દુ:ખ વ્યક્ત કરતા તેમણે કહ્યુ કે દેશમાં માત્ર ખરાબ બાબતોને જ વધુ પ્રસિદ્ધિ મળી રહી છે.સરસંઘચાલક મોહનજી ભાગવતે શાસક-વિપક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપને ટાંકીને જણાવ્યુ કે‘દેશમાં ખરાબ બાબતોની ચર્ચા થઈ રહી છે તેના કરતાં ચાલીસ ગણી વધુ સારી બાબતો થઈ રહી છે.આપણે આ પ્રત્યે સારો અભિગમ રાખવો જોઈએ.તેમણે ટીકાકારોને કડક શબ્દોમાં કહ્યું કે દેશમાં શું ખોટું થાય છે તેની ચર્ચા વધુ થાય છે પરંતુ 40 ગણું વધુ સારું કામ થઈ રહ્યું છે હું તેને ફરતો જોઉં છું પણ જેની આંખો અને કાન ખુલ્લા છે તેઓ તેને જુએ છે.