મણિપુર મામલે સંસદના બંને ગૃહો રોજ સ્થગિત કરવાની ફરજ પડી રહી છે.અને તેને લીધે ગૃહોમાં મહત્વના બિલોની રજૂ કરવાની કામગીરી ખોરવાઈ રહી છે.ત્યારે રાજ્યસભામાં ગૃહના નેતા પિયુષ ગોયલે જણાવ્યુ હતુ.કે રાજ્યસભાના અધ્યક્ષે મણિપુર પર ચર્ચાની મંજૂરી આપી હતી.અમે છેલ્લા 10 દિવસથી વિપક્ષને ચર્ચા કરવા વિનંતી કરી રહ્યા છીએ.વિપક્ષી પાર્ટીઓ જે રીતે વર્તી રહી છે તેનાથી અમે ચિંતિત છીએ.આજે પણ વિરોધ પક્ષોને ગૃહની અંદર ચર્ચા માટે વિનંતી કરવામાં આવી છે.વિપક્ષની વિચારસરણીમાં કંઈક ખોટું છે.અમે આજે બપોરે બે વાગ્યે ચર્ચા કરવાનું કહ્યું છે.મોટાભાગના સભ્યો આજે ચર્ચા ઇચ્છે છે.