હરિયાણાના નૂહ જિલ્લામાં ભગવાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી.માહિતી અનુસાર નલ્હાડ મહાદેવ મંદિરથી નીકળીને યાત્રા ઝંડાપાર્ક પહોંચી ત્યારે મુસ્લિમ પક્ષના એક જૂથે પથ્થરમારો શરૂ કર્યો.આ પછી હિન્દુવાદી સંગઠનોના લોકો ઉશ્કેરાયા અને જવાબમાં પથ્થરમારો કર્યો.આ હિંસા એટલી વધી કે પોલીસકર્મીઓ ઓછા પડ્યા હતા.પોલીસે થોડા સમય માટે પીછેહઠ કરી અને મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.તો પરિસ્થિતિને સંભાળવા માટે ઇન્ટરનેટ પણ થોડા સમય માટે બંધ થઈ શકે છે.એવું માનવામાં આવી રહ્યું છે કે હત્યાના આરોપીએ વીડિયો જાહેર કર્યો હતો અને યાત્રામાં જોડાવાની વાત કરી હતી.આ વીડિયોને લઈ કેટલાક લોકો નારાજ હતા અને યાત્રા પર હુમલા માટે તૈયાર હતા.