સરકારી તેલ કંપનીઓએ આજે ઘરેલુ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો અપડેટ કરી છે.LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થયો છે જે આજથી લાગુ કરવામાં આવ્યો છે. કોમર્શીયલ LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.દિલ્હી સહિત અનેક શહેરોમાં LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે,પરંતુ આ ભાવ ઘટાડો ગુજરાતમાં લાગુ થયો નથી.માર્ચ મહિનાથી ઘરેલુ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.તો CNG અને PNGની કિંમતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.દિલ્હી સહિત અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.