મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના છેડે આવેલી નર્મદા નદીના કિનારે સિદ્ધક્ષેત્ર નેમાવર ખાતે સંત સમાજની હાજરીમાં 35 મુસ્લિમ પરિવારોના 190 લોકો સનાતન ધર્મમાં પાછા ફર્યા છે.આ લોકોએ નર્મદા નદીમાં સ્નાન-મુંડન-હવન કર્યું અને યજ્ઞોપવિત ધારણ કર્યું હતુ.નોંધનિય છે કે ચાર પેઢી પહેલા તેમના પૂર્વજો મુસલમાન બન્યા હતા.આમ છતાં આ લોકો કુળદેવી તરીકે ચામુંડા માં ને જ માનતા હતા.આનંદ ગિરી મહારાજે જણાવ્યું કે જે પરિવારો ઘરે પાછા ફર્યા છે તેમના પૂર્વજોએ કોઈ કારણસર પોતાનો ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવ્યો હતો.