હરિયાણાના નૂહમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણને લઈને વહીવટીતંત્ર એલર્ટ પર છે. તણાવને ધ્યાનમાં રાખીને જિલ્લા ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારે સાંજે કલમ 144 લાગુ કરી દીધી હતી.બીજી તરફ આ હિંસાને પગલે ફરીદાબાદમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.આ ઘટના પર હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે જણાવ્યુ કે નૂહમાં પરિસ્થિતિ કાબૂમાં છે અને જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.બંને સમુદાયો લાંબા સમયથી નૂહમાં શાંતિથી રહે છે.આની પાછળ એક ષડયંત્ર છે.જે રીતે પથ્થરો,હથિયારો,ગોળીઓ મળી આવી છે તે જોઈને લાગે છે કે તેની પાછળ કોઈ માસ્ટરમાઈન્ડ છે.અમે ઝીણવટભરી તપાસ કરીશું અને સંડોવાયેલા લોકો સામે કડક પગલાં લઈશું.