ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને 40 કરોડનુ નુકસાન થયાની વાત સામે આવી છે. 2 કર્મચારીના લીધે કંપનીને 40 કરોડનુ નુકસાન થયાની ફરિયાદ નોંધાઈ છે. કર્મચારીઓએ ડિઝાઈનનો લોગો બદલી અન્ય કંપનીને વચ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. ચિંતન અને ભાવેશ નામના કર્મચારી સામે ફરિયાદ નોધાઇ છે. મેટોડા સ્થિત PBW બેરિંગ્સ કંપનીએ ફરિયાદ નોંધાવી છે કે, બે કર્મચારીઓએ બેરિંગ અને સ્પેરપાર્ટસની ડિઝાઈનના લોગો બદલી અન્ય કંપનીને વેચ્યાનો છે. કંપનીના અમેરિકા સ્થિત ગ્રાહકોને જ ડિઝાઈન વેચવામાં આવી હતી. જે સમગ્ર મામલે પોલીસે છેતરપિંડી અને કૉપિરાઇટ એક્ટના કાયદા હેઠળ ફરિયાદ નોંધી છે.