દેશમાં કોલસાનું ઉત્પાદન અત્યાર સુધીનું સૌથી વધુ રહ્યું છે. લોકસભામાં માહિતી આપતા કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે વર્ષ 2022-23માં દેશમાં સૌથી વધુ કોલસાનું ઉત્પાદન થયું છે. આ સમયગાળા દરમિયાન 14 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ હતી. વર્ષ 2021-22માં સાત હજાર 780 લાખ ટનની સરખામણીએ 2022-23માં આઠ હજાર 930 લાખ ટનથી વધુ કોલસાનું ઉત્પાદન થયું છે.જે અત્યાર સુધીનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન છે.કોલસાના ઉત્પાદનમાં વૃદ્ધિ આસામ, છત્તીસગઢ,ઝારખંડ,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,ઓડિશા,તેલંગાણા,ઉત્તર પ્રદેશનો સમાવેસ થાય છે.