EDએ દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે.EDએ આજે મંગળવારે તેમના ઘર અને અલગ-અલગ ઓફિસો પર દરોડા પાડ્યા.અત્રે નોંધનિય છે કે DRIએ હાલમાં જ પવન મુંજાલના નજીકના સહયોગીને અઘોષિત વિદેશી હૂંડિયામણના કેસમાં પકડ્યો હતો.મળતી માહિતી અનુસાર EDએ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલ અને કેટલાક અન્ય લોકો વિરૂદ્ધ દરોડા પાડ્યા છે.તો EDએ પવન મુંજાલ વિરૂદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.PMLAની જોગવાઈઓ અનુસાર દિલ્હી અને ગુરુગ્રામ સ્થિત પરિસરમાં સર્ચ કરવામાં આવ્યું.