છેલ્લા મહિનામાં અદાણી ગૃપના શેરમાં તેજી જોવા મળી.આ સમયગાળા દરમિયાન જૂથના શેરમાં 16 ટકાનો વધારો થયો.તેનું માર્કેટ કેપ રૂ.71,575 કરોડ વધીને રૂ.10.8 લાખ કરોડે પહોંચ્યું.અદાણી ગૃપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને કારણે અદાણી ગ્રુપના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.નિષ્ણાંતો અનુસાર હવે રોકાણકારોનું ધ્યાન ફરીવાર અદાણી ગૃપના વેલ્યુએશન અને બિઝનેસ ફંડામેન્ટલ્સ પર કેન્દ્રિત થયુ આ કારણે ગૃપના શેરમાં વધારો થયો.અદાણી ગ્રીન એનર્જી ગયા મહિને અદાણી ગૃપના શેરમાં સૌથી વધુ 16 ટકાનો વધારો થયો હતો.પ્રથમ ક્વાર્ટરમાં કંપનીના નફામાં 51 ટકાનો વધારો થયો છે.જુલાઈમાં ACCના શેરમાં 11 ટકા અને અંબુજા સિમેન્ટના શેરમાં 9 ટકાનો વધારો થયો હતો.