કેટલીકવાર YouTube પર આવતી જાહેરાતો તમારા વીડિયોને જોવાનો અનુભવ પણ બગાડે છે. શરૂઆતના દિવસોમાં, આ જાહેરાતો થોડી સેકન્ડની હતી અને તેને સ્કીપ પણ શકાતી હતી. પણ હવે એવું નથી. હવે તમારે કોઈપણ યુટ્યુબ વિડિયો પર ઘણી બધી જાહેરાતો જોવી પડશે. કેટલીકવાર આ જાહેરાતોની સંખ્યા 4થી 5 સુધીની હોય છે. એટલું જ નહીં, તમે આમાંની મોટાભાગની જાહેરાતોને સ્કીપ પણ શકતા નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો યુટ્યુબ એડ બ્લોકરનો ઉપયોગ કરે છે. યુટ્યુબ હવે યુઝર્સને એડ બ્લોકરનો ઉપયોગ કરતા અટકાવવા પર કામ કરી રહ્યું છે.
શું છે મામલો?
પ્રાપ્ત અહેવાલ મુજબ, યુટ્યુબ નવી થ્રી-સ્ટ્રાઈક્સ પોલિસી પર કામ કરી રહ્યું છે. આ પોલિસી હેઠળ, કંપની એવા યુઝર્સ માટે યુટ્યુબ વિડીયો બ્લોક કરશે, જે એડ બ્લોકર ઓન સાથે 3 સતત વિડીયો જોશે. એક Reddit વપરાશકર્તાએ તેનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તે ત્રણ સ્ટ્રાઈક પોલિસીનું પોપ-અપ જોઈ શકે છે.
તે જ વ્યક્તિએ તેનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો છે, જેમાં ચેતવણી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ પોપ-અપ બોક્સમાં ત્રણ નંબરવાળા બોક્સ દેખાય છે. જાહેરાત બ્લોકરનો ઉપયોગ કરતી વખતે YouTube તેને શોધી કાઢશે. ત્યારપછી યુટ્યુબ યુઝર્સને તેના વિશે જાણ કરશે અને તેમને ચેતવણી પણ આપશે. જો યુઝર્સ સતત 3 વીડિયો જુએ છે, તો YouTube તેમને બ્લોક કરી દેશે. જોકે, પ્લેટફોર્મે સ્પષ્ટ કર્યું નથી કે યુઝર કેટલા સમય સુધી પ્લેટફોર્મ પર વીડિયો જોઈ શકશે નહીં. આ બ્લોકિંગથી બચવા માટે, યુટ્યુબ લોકોને એડ બ્લોકરને દૂર કરવા માટે કહી રહ્યું છે.