વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સનુ ડેલિગેશન ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.વર્લ્ડબેન્ક ડેલિગેશનના રોબિન ટસ્કર અને અર્નેસ્ટો એકવાડોએ ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાની ઉપયોગીતા તથા IIT જેવી ઈન્સ્ટીટ્યુટના વિકાસમાં ફાળા અંગે જાણવામાં ઉત્સુકતા દાખવી હતી.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,ગુજરાત આ સ્ટ્રેટેજિક કોસ્ટલાઈન સાથે દેશના કાર્ગો હેન્ડલીંગમાં 30 ટકાનું યોગદાન આપે છે.એટલું જ નહિ ફાર્માસ્યુટીકલ,કેમિકલ્સ,પેટ્રોકેમિકલ્સ,ડાયમન્ડસનું એક્સ્પોર્ટ પણ રાજ્યના પોર્ટસ પરથી થાય છે અને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર ગુજરાત બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હાઈએન્ડ સ્કીલ્ડ મેનપાવર ઉપલબ્ધ કરાવવામાં IIT જેવી સંસ્થાનું મહત્વનું પ્રદાન છે તેમ પણ જણાવ્યું હતું.આ ડેલિગેશન મહારાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત આવ્યું છે અને ત્યારબાદ ઉત્તરપ્રદેશની મુલાકાતે જવાનું છે.વર્લ્ડ બેંકનું આ ડેલિગેશનના 12 જેટલા સભ્યો તો વિશ્વના 100 દેશોને રિપ્રેઝન્ટ કરે છે.આ ડેલીગેશન સાબરમતી રિવરફ્રન્ટ,કો-ઓપરેટિવ સેક્ટરની રોલ મોડલ આણંદની અમુલ ડેરીની પ્રત્યક્ષ મુલાકાત બાદ અને ગિફ્ટ સિટીની તથા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રીને મળ્યું હતું.
વર્લ્ડબેન્કના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અને ડેલિગેશનના સિનિયર મેમ્બર પરમેશ્વરન ઐયરે આ મુલાકાતનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો.ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન તરીકેની ખ્યાતિ મેળવીને ડેવલપમેન્ટના જે બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે તેનાથી આ ડેલિગેશનના સભ્યો પ્રભાવિત થયા છે એમ પરમેશ્વરન ઐયરે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું કે,ભારતને G20ની પ્રેસીડેન્સી મળેલી છે ત્યારે ભારતની વિકાસયાત્રાના સિમાચિહ્નોથી વર્લ્ડબેન્કના સભ્યો સુપેરે પરિચિત થાય તેવો આ પ્રવાસ-મુલાકાતનો હેતુ છે.
આ ડેલિગેશન મહારાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત આવ્યું છે અને ત્યારબાદ ઉત્તરપ્રદેશની મુલાકાતે જવાનું છે. વર્લ્ડ બેંકનું આ ડેલિગેશનના 12 જેટલા સભ્યો તો વિશ્વના 100 દેશોને રિપ્રેઝન્ટ કરે છે.આ ડેલીગેશન સાબરમતી રિવરફ્રન્ટ,કો-ઓપરેટિવ સેક્ટરની રોલ મોડલ આણંદની અમુલ ડેરીની પ્રત્યક્ષ મુલાકાત બાદ અને ગિફ્ટ સિટીની તથા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રીને મળ્યું હતું.
વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ અને વિકાસને કોરોના મહામારીએ માઠી અસર કરી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ સાથે અગ્રેસર રહ્યું છે એમ મુખ્યમંત્રીએ ગૌરવ સહ જણાવ્યું હતું.દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનેલા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ,એગ્રીકલ્ચર અને સર્વિસ સેક્ટર ત્રણેય એકબીજાના પૂરક બનીને સર્વાંગી આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા આ વર્ષના બજેટમાં પાંચ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી છે તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી.ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,ગરીબ અને જરૂરતમંદ વર્ગોને પાયાની સુવિધા સાથે સામાજિક સુરક્ષા આપી વિકાસ યાત્રામાં સહભાગી બનાવવાની નેમ છે.આ ઉપરાંત હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ,વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એગ્રીકલ્ચર,ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટરમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહનથી નવી રોજગારીની નવી તકોનું સર્જન અને પર્યાવરણ જાળવણી માટે ગ્રીન ગ્રોથ પણ રાજ્ય સરકારની પ્રાથમિકતામાં છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નાણા વ્યવસ્થાપન સ્થિતિની ડેલિગેશન સમક્ષ ભૂમિકા આપી,કહ્યું,છેલ્લા દાયકામાં 12 ટકાથી વધુનો ઊંચો વૃદ્ધિદર હાંસલ કર્યો છે.
વર્લ્ડ બેંક ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ અને 2001ના ભૂકંપ પછીના પુન:નિર્માણમાં ભાગીદાર બની રહી છે તે માટે મુખ્યમંત્રીએ આભારની લાગણી દર્શાવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતના લોંગ ટર્મ અને ફ્યુચરિસ્ટિક ડેવલોપમેન્ટ માટે વર્લ્ડ બેન્ક સાથે નોલેજ પાર્ટનરશીપ માટેની અપેક્ષા વ્યક્ત કરી હતી.