વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી શ્રેણી જાન્યુઆરી 2024૨માં યોજાવાની છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો,ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે.આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ- 2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoUનો ઉપક્રમ પ્રયોજ્યો.આ ઉપક્રમનાં બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહોએ રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા રૂ.1401 કરોડના રોકાણો સાથે ચાર MoU કરવામાં આવ્યા.આ ઉદ્યોગો ભરૂચની સાયખા તથા દહેજ GIDCમાં ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે 2285 જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે.