કેન્દ્ર સરકારે ઓન લાઈન ગેમ પરનો 28 ટકાનો GST દર યથાવત રાખ્યો છે.કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 51મી બેઠકમાં કેસિનો,ઓનલાઈન ગેમ પરનો 28 ટકા જીએસટી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ બાબાતે ચર્ચાએ જોર પકડ્યુ હતુ કે બેઠકમાં આ બે સર્વિસ પરનો જીએસટી ઘટાડવામાં આવી શકે છે.પરંતુ કાઉન્સિલે કોઈ રાહત નથી આપી.રાહતની વાત ગણો તો સમય છે કારણ કે કાઉન્સિલે કેસિનો,ઘોડદોડ અને ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લાગુ પાડવાની તારીખ 1 ઓક્ટોબર ગણાવી છે એટલે કે હજુ જીએસટી લાગુ પડવામાં બે મહિના જેટલો સમય છે.