કિરણ
પટેલ બાદ PMO ના નામે
લોકો સાથે ચીટીંગ કરનાર વધુ એક શખ્સ સામે તંત્રએ આકરી કાર્યવાહી હાથ ધરી છે.PMO ના નામે અનેક લોકોને શીશામાં ઉતારનાર
સંજય રાય સામે
ED દેશભરમાં દરોડા પાડ્યા છે.જેમા42 સ્થળો ઉપર ઈડીના દરોડાની કાર્યવાહી
હાથ ધરી છે.કચ્છમાં વર્ષો પહેલા હોટેલ રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા સંજયરાય સામે ED દ્વારા
અલગ ફરિયાદ તથા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.ત્યારે ED એ ગાંધીધામ
સહિત દેશના જુદા જુદા શહેરોમાં 42 સ્થળોએ દરોડા પાડી રૂ.14.54 કરોડની મિલકત ટાંચમાં લીધી હોવાનુ જાણવા
મળ્યુ છે.