અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ASI સર્વે ચાલુ રાખવાનો આદેશ કર્યો.અગાઉની સુનાવણીમાં હાઈકોર્ટે ASIને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી મસ્જિદનું સર્વેક્ષણ શરૂ ન કરવા જણાવ્યું હતું.કોર્ટે કહ્યું છે કે આ સર્વેથી કોઈને નુકસાન થયું નથી.હાઈકોર્ટના આદેશ પહેલા હિન્દુ પક્ષે જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી મુસ્લિમ પક્ષ પર પુરાવાને ભૂંસી નાખવાનો આરોપ કર્યો સાથે જ જ્ઞાનવાપી કેમ્પસમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ અરજીમાં અપીલ કરી છે.કોર્ટ આની સુનાવણી 4 ઓગસ્ટ એટલે કે શુક્રવારે કરશે.હાઈકોર્ટના આ નિર્ણયની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.