અર્થ એક્શન એટલે કે EA દ્વારા પ્લાસ્ટિકના મેનેજમેન્ટ અંગે વિશ્વ સ્તરે રિસર્ચ હાથ ધરવામાં આવ્યુ જેના પરિણામો ચોંકાવનારા છે.વેસ્ટ મેનેજમેન્ટ ક્ષમતાને કારણે ચાલુ વર્ષે 6,86,42,999 ટન વધારાનો પ્લાસ્ટિક કચરાનો નિકાલ થશે.છતાં 2040 સુધીમાં વિશ્વ સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણ ત્રણ ગણો વધશે.રિસર્ચ મુજબ 2023માં વિશ્વમાં 159 મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થશે જેમાંથી 43 ટકા એટલે કે 68.5 મિલિયન ટન પ્લાસ્ટિક પ્રદૂષણનું કારણ બનશે.EAના અનુસાર ચીન, બ્રાઝિલ,ઈન્ડોનેશિયા,થાઈલેન્ડ,રશિયા,મેક્સિકો,અમેરિકા,સાઉદી અરબ,કાંગો,ઈરાન,કઝાકિસ્તાન સાથે ભારત એ 12 દેશોમાં સામેલ છે જે દુનિયાના 52 ટકા મિસમેનેજ કરાયેલા પ્લાસ્ટિક વેસ્ટ માટે જવાબદાર છે ઉલ્લેખનિય છે કે ભારત આ યાદીમાં ચોથા ક્રમે છે.