9મી CII ઈન્ડિયા-LAC કોન્ક્લેવ”શેરિંગ અને સસ્ટેન્ડ ગ્રોથ માટે આગળની આર્થિક ભાગીદારી”,મા વિદેશ મંત્રી ડો.એસ જયશંકરે સંબોધન કર્યુ હતુ.પોતોના સંબોધનમાં એસ જયશંકરે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારથી એટલે કે છેલ્લા 9 વર્ષોમાં અમારા સંબંધો લેટિન અમેરિકા અને કેરેબિયન સાથે એક નવા માર્ગે આગળ વધ્યા છે.લેટિન અમેરિકા અને કેરેબિયન પ્રદેશમાં 34 ઉચ્ચ સ્તરીય મુલાકાતો સાથે નોંધપાત્ર જોડાણ જોવા મળ્યું છે.જેમાં દરેક દ્વારા 6 મુલાકાતોનો સમાવેશ થાય છે.રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા 4 મુલાકાતો કરવામાં આવી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.