ગુજરાત સ્થિત સાંઘી ઈન્ડસ્ટ્રીઝને અદાણી ગૃપ દ્વારા તમામ રોકડ રકમ ચૂકવીને ખરીદી લેવામાં આવી છે. અંબુજા સિમેન્ટ કંપનીનાં અંડરમાં જ સાંઘી ઈન્ડસ્ટ્રીઝ ચાલશે. છેલ્લા ઘણા સમયથી સાંઘી ગ્રુપ નાણાકીય ભીડમાં હતું. અદાણી ગ્રુપે રૂપિયા 5000 કરોડમાં આ કંપનીને ખરીદી છે. કંપનીના નિવેદન મુજબ અંબુજા સિમેન્ટ્સ પ્રવર્તકોથી સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના 14.66 કરોડ શેર મેળવવા માટે 300 કરોડ રૂપિયાના અંતર inter-corporate જમા કરશે જે કુલ શેરધારિતાનો 56.74 ટકા ભાગ છે. સીમેન્ટ પ્રમુખ કંપની અલ્પાંશ શેરધારકોની 26 ટકા ભાગીદારી કે કંપનીના 6.71થી વધુ શેરો માટે 114.22 રૂપિયા પ્રતિ શેર પર ખુલ્લી રજૂઆત કરશે. અધિગ્રહણમાં સાંઘીની ઈક્વિટીનું મુલ્ય 2,950.6 કરોડ રૂપિયા છે.
ડીલ બાદ તરત ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટર દ્વારા કહ્યું કે અંબુજા સિમેન્ટ 2028 સુધીમાં પોતાની સીમેન્ટ ક્ષમતાનું બમણું ઉત્પાદન કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. અદાણી પોર્ટફોલિયોમાં દેશના સૌથી કુશળ/સૌથી ઓછા ખર્ચવાળા ક્લિંકર નિર્માતા (Sanghi Industries)ને સામેલ કરવાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે.
અદાણી ગ્રુપની યુનિટ અંબુજા સીમેન્ટ તરફથી સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિં (SIL)ના હાલના પ્રમોટર, રવિ સાંઘી, અને પરિવાર પાસેથી કંપનીના 56.74ટકા ભાગીદારીને ટેકઓવર કરવામાં આવશે.
અલ્ટ્રાટેક બાદ અંબુજા બીજી મોટી કંપની
કંપની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ આ અધિગ્રહણનું ફંડિંગ સંપૂર્ણ રીતે આંતરિક સંસાધનો દ્વારા કરાશે. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણીની કંપનીઓ પર નાણાકીય ગેરરીતિના આરોપો બાદ ગ્રુપ તરફથી કરાયેલી આ પહેલી મોટી ડીલ છે. આ ડીલથી અંબુજા સીમેન્ટ કંપનીને પોતાની ક્ષમતાને વધારીને 7.36 કરોડ ટન કરવામાં મદદ મલશે. અંબુજા બીજી સોથી મોટી સિમેન્ટ નિર્માતા કંપની છે. અદાણી ગ્રુપ ગત વર્ષ સપ્ટેમ્બરમાં અંબુજા સીમેન્ટ અને તેની સહયોગી એસીસી લિમિટેડમાં મોટા શેર લઈને સીમેન્ટ સેક્ટરમાં ઉતર્યું હતું.
કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે SIL ના અધિગ્રહણથી અંબુજા લિમિટેડને બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળશે. તેનાથી કંપનીની સીમેન્ટ ઉત્પાદન ક્ષમતા 6.75 કરોડ ટનથી વધારીને 7.36 કરોડ ટન થશે. ગૌતમ અદાણીએ કહ્યું કે ગ્રુપ 2028 સુધીમાં 14 કરોડ ટન વાર્ષિક સીમેન્ટ ઉત્પાદન ક્ષમતાને સમય પહેલા હાંસલ કરી લેશે. અદાણીએ કહ્યું કે SIL પાસે એક અબજ ટનનો ચૂના પથ્થનો ભંડાર છે. અંબુજા સીમેન્ટ આગામી 2 વર્ષમાં સાંઘીપુરમની ક્ષમતાને વધારીને દોઢ કરોડ ટન વાર્ષિક કરશે.