દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન મેળવવા બદલ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાને ભારતનાં રાષ્ટ્રપતિનાં વરદ હસ્તે એવોર્ડ મળ્યો
ભારતનાં મહામહિમ રાષ્ટ્રપ્રમુખ તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં અધ્યક્ષ શ્રીમતી દ્રોપદી મુર્મુનાં અધ્યક્ષ સ્થાને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની એન્યુઅલ જનરલ મીટીંગ નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી. સમગ્ર ભારતનાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં રાજ્ય એકમોનાં પ્રતિનિધિઓ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. રેડક્રોસનાં વિવિધ એકમો દ્વારા વિવિધ પ્રવૃત્તિમાં ઉત્તમ કામગીરી કરવા બદલ જે તે એકમોને મહામહિમ રાષ્ટ્રપ્રમુખ દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલનાં સમક્ષ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં બ્લડ ડોનેશનની કામગીરી, બીજી અનેક પ્રવૃત્તિઓની સાથે નેત્રદીપક રીતે થઈ રહી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન મેળવવા બદલ મહામહિમ રાષ્ટ્રપ્રમુખનાં હસ્તે ગુજરાત રાજ્ય શાખાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારનાં આરોગ્યમંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં, ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીનાં વાઇસ ચેરમેન ડો.અજયભાઈ દેસાઈએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.