Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home કલા અને સંસ્કૃતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી નિમિત્તે ગાંધીનગરથી સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે

param by param
Aug 9, 2023, 10:47 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

10 મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ગુજરાતભરમાં વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગે ગાંધીનગરથી સંબોધન કરશે. આ ઉજવણી પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘વંદે ગુજરાત ચેનલ’ નંબર-1 પર બપોરે 1:00થી 01:30 કલાક સુધી કરવામાં આવશે. જેની લિંક મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા ફેસબુક, યુટ્યુબ, જેવા સોશિયલ મીડિયાના માધ્યમ પર કાર્યક્રમના 15 મિનીટ પહેલા શેર કરવામાં આવશે એમ, નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સિંહ અંગેના ‘લાયન એન્થમ’ તેમજ “સિંહ સૂચના વેબ એપ”નું લોન્ચિંગ જ્યારે આઈ.એફ.એસ. ડૉ. સક્કિરા બેગમ દ્વારા નિર્મિત ગીરના સિંહ અંગેની કોફી ટેબલ બુક “The King of the jungle-The Asiatic Lions of Gir” ઉપરાંત “હું ગીરનો સિંહ” પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.

10મી ઓગષ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ-2023’ની ઉજવણી નિમિતે ગ્રામીણ અને શહેરી કક્ષાએ શાળાઓ-કોલેજોમાં વિવિધ કાર્યક્રમો દ્વારા તેમજ સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા દ્વારા વર્ચ્યુઅલ રીતે કરાશે.  જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારના 10 જિલ્લાના 74 તાલુકાની આશરે 7000થી વધુ શાળા-કોલેજોમાં ઉજવણી કરવામાં આવશે.

સિંહ એ જૈવિક, સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ પારિસ્થિતિક તંત્રની દૃષ્ટિએ આગવું મહત્વ ધરાવતી પ્રજાતિ છે. સમગ્ર વિશ્વમાં તેના સંરક્ષણ અને સંવર્ધન માટે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોક ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં જે-તે ગામ/શહેરની શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, લોકપ્રતિનિધિઓ, ગ્રામજનો, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ શાળાએ ૧૦મી ઓગષ્ટના રોજ એકત્ર થઈ આ કાર્યક્રમમાં જોડાશે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી બાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિંહોના મહોરા પહેરી અને બેનર લઇ સાથોસાથ સિંહ સંરક્ષણ અને સંવર્ધનને લગતા નારાઓ બોલવા સાથે ઐતિહાસિક મહારેલી કાઢશે. રેલી પૂર્ણ કરી તમામ શાળાના પટાંગણમાં એકત્ર થઇ સભાના રૂપમાં મળશે. જ્યાં શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સ્થાનિક એકત્ર લોકો દ્વારા સિંહ પર વક્તવ્ય આપવામાં આવશે અને એશિયાઇ સિંહના સંરક્ષણ માટે સંકલ્પ-પ્રતિજ્ઞા લઈને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

તદુપરાંત તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ ઉજવણી કરવામાં આવશે અને જેમાં નાગરિકો દ્વારા સિંહોને લગતી પોસ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટૂંકા વિડીયો, ટેકસ મેસેજ, એસએમએસ, માઇક્રો બ્લોગ, ડિજિટલ ટેકનોલૉજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે.

એશિયાઇ સિંહ માત્ર ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. રાજ્યના વન વિભાગ અને સ્થાનિક નાગરિકોના સહિયારા પ્રયાસથી તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના પરિણામે સિંહોની વસ્તીમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે.

ઉલેખનીય છે કે, વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાજ્યના વન વિભાગ દ્વારા 2016 વર્ષથી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ વિભાગનો સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, એન.જી.ઓ.ના સભ્યો, પ્રકૃતિપ્રેમીઓ, સિંહપ્રેમીઓ, ગ્રામજનોની લોકભાગીરીથી આ ઉજવણી કરવામાં આવે છે. સિંહ જાગૃતિ માટે વર્ષ 2016માં 5.46 લાખ નાગરિકો એકત્રિત થયા હતા જેને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન પ્રાપ્ત થયું હતું. જ્યારે 2017માં 8.76 લાખ, 2018માં 11.02 લાખ, 2019માં 11.37 લાખ જેટલી મોટી સંખ્યામાં લોકભાગીદારી નિર્માણ થવા પામી હતી. વર્ષ 2020 અને 2021ના વર્ષોમાં કોવિડ-19 મહામારીના કારણે શાળા કક્ષાએ ગ્રામીણ-શહેર વિસ્તારમાં ઉજવણી થઈ શકી ન હોવાથી નાગરિકોના સિંહ પ્રત્યેના પ્રેમને ધ્યાને લઇ વર્ચ્યુઅલ રીતે સોશિયલ મીડિયા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ગત વર્ષ 2022માં સિંહ દિવસ ઉજવણી કાર્યક્રમમાં 8 જિલ્લાના 65 તાલુકાના અંદાજે13.54 લાખ જેટલા નાગરિકો સહભાગી થયા હતા તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ બાબત છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે

ShareTweetSendShare

Related News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત
ક્રાઈમ

મીડિયાએ સંયમ રાખ્યો હોત તો દ્વેષપૂર્ણ ખોટા સમાચાર ફરતા થયા ન હોત

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?
આંતરરાષ્ટ્રીય

શું રા.સ્વ.સંઘના સમર્થકોએ કર્નલ સોફિયા કુરેશીના પરિવાર પર હુમલો કર્યો…જાણો શું છે સત્ય ?

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી
આંતરરાષ્ટ્રીય

“ભારત માતા કી જય” માત્ર જય ઘોષ નથી મા ભોમ માટે જીવ જોખમમાં મુકનાર જવાનો દ્વારા લેવાયેલ સંયુક્ત શપથ : PM મોદી

Latest News

ISROના વડા ડો.વી.નારાયણને કહ્યું ,PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન રહ્યો

પહેલા બે તબક્કા અપેક્ષા મુજબ કાર્ય,ત્રીજા તબક્કામાં અવલોકન જોયું,મિશન પૂર્ણ ન થયુ : ડો.વી.નારાયણન

અમે સમગ્ર પ્રદર્શનનો અભ્યાસ કરી રહ્યા છીએ,વહેલી તકે પાછા આવીશું : ડો.વી.નારાયણન

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 લોન્ચ કરવાનો પ્રયાસ :ડો.વી.નારાયણન

ISROના 101 માં અભિયાન PSLV-C61 ના કુલ ચાર તબક્કા છે : ડો.વી.નારાયણન

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.