મોડી રાતે તૂર્કીયેના દક્ષિણ વિસ્તારમાં ફરીવાર ધરતીકંપ આવ્યો.5.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય જોવા મળ્યો હતો.માહિતી અનુસાર ભૂકંપને લીધે કેટલાક ઇમારતોને નુકસાન થયું તો વળી 23 લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે.ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું.અદિયામાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ઉપરાંત જાપાનના હોક્કાઈડોમાં ભૂકંપ આવ્યો હોવાના સમાચાર છે.અહીં 6.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.સાથે જ વળી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભૂકંપના અહેવાલ સાંપડી રહ્યા છે.આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.