અમેરિકન સિંગર મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. વાત જાણે એમ છે કે, મિલબેને કહ્યું કે, PM મોદી હંમેશા પૂર્વોત્તર (નોર્થ-ઈસ્ટ)ના લોકો માટે ઉભા રહેશે. મેરી મિલેબેનનું નિવેદન ગુરુવારે સંસદમાં PM મોદીના ભાષણ પછી આવ્યું છે. ગુરુવારે PM મોદીએ તેમની સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો.મેરી મિલબેને વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તેનાથી વિદેશમાં ભારતની છબી ખરાબ થઈ છે. તેમણે ટ્વીટ કર્યું કે, સત્ય એ છે કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. મણિપુરની માતાઓ, પુત્રીઓ અને મહિલાઓને ન્યાય મળશે. PM મોદી હંમેશા તમારી પડખે રહેશે. વિપક્ષના અવાજનો કોઈ આધાર નથી. સત્ય એ છે કે સત્ય હંમેશા લોકોને મુક્ત કરે છે.