દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની લઇને કરેલા નિવેદન અંગે ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.આ કેસમાં મેટ્રોપોલીટન કોર્ટ સમક્ષ હાજર રહેવાથી બચવા અરવિંદ કેજરીવાલ અને આપ નેતા સંજયસિંહે ગુજરાત હાઇકોર્ટમાં સ્ટે માટે અરજી કરી હતી.જેની આજે સુનાવણી હાથ ધરાઈ.જેમાં હાઇકોર્ટે સ્ટે આપવા ઇન્કાર કર્યો.ગુજરાત હાઈકોર્ટે કહ્યુ કે તમે જ ખાતરી આપી હતી કે તમે હાજર રહેશો. મેટ્રો કોર્ટ દ્વારા જારી સમન્સને પડકારતી રિવીઝન અરજી સેશન્સ કોર્ટે ફગાવતાં હવે AAPના આ બંને નેતાઓએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જેથી હાઇકોર્ટે કેસની સુનાવણી હાઇકોર્ટે તારીખ 11મી ઓગસ્ટ નિર્ધારિત કરી હતી.