આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અને મારી માટી,મારો દેશ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ કરવામાં આવ્યું છે.સરહદી કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર ખાતેથી ગૃહ રાજ્યમંત્રીશ્રીએ નાગરિકોને ‘મારી માટી, મારો દેશ’અભિયાનમાં જોડાઈને વીરોને વંદન કરવા આહ્વાન કર્યું હતું.