વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે જશે.જ્યાં તેઓ આજે 4 હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.જેમાં તેઓ સાગર જિલ્લામાં 14મી સદીના કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત સ્મારકનો શિલાન્યાસ કરશે.આ સ્મારકનું નિર્માણ રૂ.100 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે અને તેમાં એક સંગ્રહાલય,પુસ્તકાલય અને સંલગ્ન ઓડિટોરિયમ હશે.તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન 4000 કરોડ રૂપિયાથી વધુની રેલ અને રોડ સેક્ટરની પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.ઉપરાંત વડાપ્રધાન રૂ.1580 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર બે રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.