વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી પશ્ચિમ બંગાળના હાવડામાં યોજાઈ રહેલા ભાજપના પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.પંચાયતી રાજ પરિષદને ખુલ્લી મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,કે”અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને દેશભરમાં નકારાત્મકતા ફેલાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો.ઉપરાંત પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં TMCએ કેવો લોહિયાળ ખેલ રમ્યો તે દેશે જોઈ લીધું છે.તેઓ ભાજપનો કોઈ ઉમેદવાર ઉમેદવારી નોંધાવી ન શકે તે માટે કંઈ પણ કરે છે.તેઓ માત્ર ભાજપના કાર્યકરોને જ નહીં પરંતુ મતદારોને પણ ધમકી આપે છે.બૂથ કેપ્ચરિંગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.