ગાંધીધામ-કંડલામાં ઇફ્કો ખાતે નેનો DAP પ્રવાહી પ્લાન્ટના શિલાન્યાસ પ્રસંગે દેશના કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું કંડલા એરપોર્ટ ખાતે વિવિધ અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉમળકાભેર પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. કંડલા એરપોર્ટ ખાતે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી,રાજ્યના સહકારીતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા,વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય,,ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી,ત્રિકમભાઈ છાંગા,કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે,ગાંધીધામના સ્થાનિક અગ્રણી દેવજીભાઈ વરચંદ,રેન્જ આઇ.જી જે.આર. મોથાલિયા,પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર,અંજાર પ્રાંત અધિકારી મેહુલભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પરંપરાગત સ્વાગત કર્યું હતું.