વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ નિર્ણાયક મેચમાં ભારતને આઠ વિકેટે હરાવ્યું.આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે આ T20 શ્રેણી 3-2થી કબજે કરી.ફ્લોરિડાના લોડરહિલમાં રમાયેલી પાંચમી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારીત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા.જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવરમાં બે વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો.વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ બે T20 જીતી હતી.આ પછી ભારતીય ટીમે વાપસી કરી ત્રીજી અને ચોથી T20 મેચ જીતી લીધી.જો કે,પાંચમી મેચમા હારવાની સાથે ભારતીય ટીમે શ્રેણી પણ ગુમાવી દીધી.