આવતી કાલે આપણા દેશનુ મહત્વનુ રાષ્ટ્રીય પર્વ છે.15 ઓગસ્ટ 1947ના રોજ દેશમાં આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.ત્યારે પ્રતિ વર્ષ 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.તિરંગો ધ્વજ ફરકાવી સલામી આપવા માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજાય છે,તો 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દેશ જોગ સંબોધન કરતા હોવાની પરંપરા પણ ચાલી આવી છે.જે પરંપરા મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સોમવારે 77માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે.રાષ્ટ્રપતિ ભવને રવિવારે કહ્યું કે આ સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયોના રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.