ગુજરાતમા કચ્છ સહિત વિવિધ જિલ્લાઓમાં અવાર નવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે.ત્યારે કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.આજે સોમવારે 8:47 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની 3.7ની તીવ્રતા નોંધાઈ હતી.તો વળી ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાની નજીક નોંધાયું હતુ.ઝટકો આવતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા.તો વારંવાર ભૂકંપના આંચકા આવતા હોવાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.તો તંત્ર માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે.