આજે 14મી ઓગસ્ટે ઉત્તર પ્રદેશ રાજ્યમાં વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને યાદ કરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં મોટા પાયે શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઉદ્દેશ્ય મુજબ રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં વિસ્થાપિત પરિવારોને આમંત્રિત કરવામાં આવશે અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પ્રદર્શનો આયોજિત કરવા,ભાગલાને લગતી ડોક્યુમેન્ટ્રી દર્શાવવા અને અન્ય કાર્યક્રમોના આયોજન માટે વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.