વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજને આપી સલામી આપી હતી.તેમણે પોતાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં સતત 10 મી વખત લાલ કિલ્લાના પ્રાચીર પર રાષ્ટ્રધ્વજ લહેરાવી પૂર્વ વડાપ્રધામ મનમોહન સિંહના રેકોર્ડની બરાબરી કરી હતી.મનમોહન સિંહે UPA સરકારના પોતાના કાર્યકાળમાં 10 વખત લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યુ હતુ.
તેમણે કહ્યુ હું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર તમામ બહાદુરોને શ્રદ્ધાંજલિ આપું છું.સાથે જ જણાવ્ચુ કે આ વખતે કુદરતી આફતએ દેશના ઘણા ભાગોમાં અકલ્પનીય તકલીફ ઊભી કરી છે. હું આનો સામનો કરી રહેલા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
દેશના 77 માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનનો પ્રારંભ કરતા પોતાને દેશનો લોકોને પરિવાર ગણાવ્યા હતા.તેમણે કહ્યુ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને હવે વસ્તીની દ્રષ્ટિએ પણ અગ્રણી દેશ.આટલો મોટો દેશ,મારા પરિવારના 140 કરોડ સભ્યો આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને સંબોધિત કરતા એક મહત્વનું વચન આપ્યુ હતું તેમણે કહ્યુ કે આગામી 5 વર્ષમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે તે નરેન્દ્ર મોદીની ગેરંટી છે તેમણે એમ પણ કહ્યુ કે આગામી 25 વર્ષમાં આપણે એકતાના મંત્ર સાથે આગળ વધવાનું છે.જ્યારે અમે 2014માં સત્તામાં આવ્યા ત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં અમે 10મા ક્રમે હતા.આજે 140 કરોડ ભારતીયોના પ્રયાસોથી આપણે વૈશ્વિક આર્થિક વ્યવસ્થામાં પાંચમા સ્થાને પહોંચ્યા છીએ.એવું નથી બન્યું કે જ્યારે ભ્રષ્ટાચારના રાક્ષસે દેશને પકડી લીધો,ત્યારે અમે તેને અટકાવી અને મજબૂત અર્થવ્યવસ્થા બનાવી.
વડાપ્રધાને લાલ કિલ્લાથી મણિપુર હિંસા અંગે પણ નિવેદન આપતા જણા્વ્યુ કે શાંતિ જ તમામ સમસ્યાનું સમાધાન છે.તેમણે કહ્યુ કે થોડા દિવસોથી મણિપુરથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે,દેશ મણિપુરના લોકો સાથે છે.શાંતિથી જ ઉકેલ મળી શકે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉકેલ માટે તમામ પ્રયાસો કરી રહી છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યુ કે આજે આપણી પાસે ડેમોગ્રાફી, લોકશાહી અને વિવિધતા છે.ત્રણેય સાથે મળીને રાષ્ટ્રના સપનાને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે.જનસંખ્યા, લોકશાહી અને વિવિધતાની ત્રિમૂર્તિ રાષ્ટ્રના સપનાને સાકાર કરવાની શક્તિ ધરાવે છે.
વડાપ્રધાને કહ્યુ કે હું છેલ્લા 1000 વર્ષોની વાત કરી રહ્યો છું કારણ કે હું જોઈ રહ્યો છું કે દેશને ફરી એક વાર તક મળી છે.અત્યારે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ,તેમાં આપણે જે કંઈ પણ કરીએ,જે પગલાં લઈએ છીએ અને એક પછી એક જે નિર્ણયો લઈએ છીએ તે એક સુવર્ણ ઈતિહાસને જન્મ આપશે.દેશમાં તકોની કોઈ કમી નથી.દેશમાં અનંત તકો પૂરી પાડવાની ક્ષમતા છે.
કોરોના કાળ અને તે બોદની સ્થિતિ અંગે વડાપ્રધાને કહ્યુ કે કોવિડ-19 રોગચાળા પછી,એક નવી વિશ્વ વ્યવસ્થા,એક નવું ભૌગોલિક રાજકીય સમીકરણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભૌગોલિક રાજનીતિની વ્યાખ્યા બદલાઈ રહી છે.આજે 140 કરોડ લોકોની ક્ષમતા નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં જોઈ શકાય છે.સુધાર,અમલ અને પરિવર્તન દેશને બદલી રહ્યા છે
વડાપ્રધાને G20 નો ઉલ્લેખ કરતા કહ્યુ કે આજે ભારતને G20 સમિટની યજમાની કરવાની તક મળી છે.પાછલા વર્ષમાં,જે રીતે ભારતના ખૂણે-ખૂણે અનેક જી-20 ઈવેન્ટ્સ યોજાઈ,વિશ્વને ભારતના સામાન્ય લોકોની શક્તિ,ભારતની વિવિધતાનો પરિચય કરાવ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ જાહેરાત કરતા કહ્યુ કે પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકો માટે સરકાર 13,000 થી 15,000 કરોડ રૂપિયાની ફાળવણી સાથે આવતા મહિને વિશ્વકર્મા યોજના શરૂ કરશે.અમે દેશમાં ફુગાવાને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધાં છે અને આ દિશામાં અમારા પ્રયાસો ચાલુ રહેશે.
નવા સંસદ ભવન અંગે વડાપ્રધાને કહ્યુ કે 25 વર્ષથી દેશમાં ચર્ચા ચાલી રહી હતી કે નવું સંસદ ભવન બનશે.એ નરેન્દ્ર મોદી જ છે જેમણે સમય પહેલા સંસદ બનાવી.તે એક સરકાર છે જે કામ કરે છે,જે નિર્ધારિત લક્ષ્યોને પૂર્ણ કરે છે.આ નવું ભારત છે.આ એક એવું ભારત છે જે આત્મવિશ્વાસથી ભરેલું છે.આ ભારત અટકતું નથી,થાકતું નથી,નિસાસો નથી લેતો અને હાર માનતો નથી.
દેશમાં મહિલા વિકાસની વાત કરતા તેમણે કહ્યુ કે એક વસ્તુ જે દેશને આગળ લઈ જશે તે છે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ.આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ભારતમાં સૌથી વધુ સંખ્યામાં પાઈલટ છે.મહિલા વૈજ્ઞાનિકો ચંદ્રયાન મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. G20 દેશો પણ મહિલાઓની આગેવાની હેઠળના વિકાસના મહત્વને ઓળખી રહ્યા છે.
તેમણે કહ્યુ વાઇબ્રન્ટ સરહદી ગામ દેશનું છેલ્લું ગામ કહેવાતું.અમે એ માનસિકતા બદલી.તે દેશનું છેલ્લું ગામ નથી.સરહદ પર તમે જે જોઈ શકો છો તે મારા દેશનું પહેલું ગામ છે.મને ખુશી છે કે આ કાર્યક્રમના ખાસ મહેમાનો આ સરહદી ગામોના 600 વડાઓ છે. તેઓ અહીં લાલ કિલ્લા પર આ કાર્યક્રમનો ભાગ બનવા આવ્યા છે.
વડાપ્રધાને જણા્વ્યુ હું દ્રઢપણે માનું છું કે 2047માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે દેશ વિકસિત ભારત હશે.હું આ આપણા દેશની ક્ષમતા અને ઉપલબ્ધ સંસાધનોના આધારે કહું છું.પરંતુ સમયની જરૂરિયાત એ છે કે ત્રણ અનિષ્ટો સામે લડવું – ભ્રષ્ટાચાર, રાજવંશ અને તુષ્ટિકરણ.
વિપક્ષ પર આડકતરી ટકોર કરતા જણાવ્યુ કે આજે ભત્રીજાવાદ અને તુષ્ટિકરણે આપણા દેશને બરબાદ કરી નાખ્યો છે.રાજકીય પક્ષનો પ્રભારી માત્ર એક જ પરિવાર કેવી રીતે હોઈ શકે? તેમના માટે તેમનો જીવન મંત્ર છે-પરિવારની પાર્ટી,પરિવાર દ્વારા અને પરિવાર માટે.
તમણે કહ્યુ કે 2019 માં પ્રદર્શનના આધારે તમે મને ફરી એકવાર આશીર્વાદ આપ્યા છે.આગામી પાંચ વર્ષ અસાધારણ વૃદ્ધિના છે.આગામી પાંચ વર્ષ 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે સૌથી મોટી સોનેરી ક્ષણ છે.આગલી વખતે 15 ઓગસ્ટે હું આ લાલ કિલ્લા પરથી દેશની ઉપલબ્ધિઓ અને વિકાસને તમારી સામે રજૂ કરીશ.
વડાપ્રધાન મોદીએ અંતમા કહ્યુ સમયનું ચક્ર ચાલે છે,અમર સમયનું પૈડું,દરેકનાં સપનાં એનાં સપનાં છે,બધાં સપનાં ખીલે છે,ચાલો બહાદુર બનીએ,ચાલો આપણા યુવાનો,નીતિ સાચી છે,ઝડપ નવી છે,પડકાર પસંદ કરો,તમારી છાતી ઉંચી કરો.
સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતોત્યાર પછી એરફોર્સના હેલિકોપ્ટરે પુષ્પ વર્ષા કરી હતી.તો દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ ત્રિરંગાના ફુગ્ગા છોડવામાં આવ્યા હતા.તો વળી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેમાનોને પણ મળ્યા હતા.