77માં સ્વતંત્રતા દિવસે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને”મારા સાથી નાગરિકો”તરીકે સંબોધિત કરવાનું છોડીને લાલ કિલ્લાની પ્રાચીર પરથી બોલતા તમણે “પરિવારના સભ્યો”તરીકે ઉલ્લેખ કર્યો હતો.2024 પહેલા મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પ્રથમ પંક્તિમા કહ્યુ “મારા પ્રિય 140 કરોડ પરિવારના સભ્યો.”તેમણે તેમના સમગ્ર સંબોધનમાં દેશના નાગરિકોને “પરિવારજન એટલે કુટુંબના સભ્યો” તરીકે ઓળખાવ્યા. વડાપ્રધાને અગાઉ તેમની ટિપ્પણીમાં દેશના નાગરિકોને “મારા વહાલા ભાઈઓ અને બહેનો” તરીકે ઓળખાવ્યા હતા.