વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધન કરતા સ્વતંત્રતા પર્વની ભાટ આપતા એક યોજનાની જાહેરાત કરી હતી.જેનુ નામ છે ‘વિશ્વકર્મા યોજના’.77માં સ્વતંત્રતા દિવસના અવસર લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,આવતા મહિનાથી આ યોજના લાગુ કરવામાં આવશે,જેની શરૂઆત 15,000 કરોડ રૂપિયાથી થશે.આ યોજના હેઠળ કારીગરો અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને મદદ કરવામાં આવશે.નોંધનિય છે કે વર્ષ 2023ના સામાન્ય બજેટમાં સરકારે આ વિશ્વકર્મા યોજનાની વાત કરી હતી.તે દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ આ યોજનાની પ્રશંસા કરતા કહ્યું હતું કે આ યોજના નાના કારીગરોને MSME વિશે જાણવા અને તેની સાથે જોડવામાં મદદ કરશે.આ યોજના અંતર્ગત માત્ર નાણાકીય સહાય જ નહીં પરંતુ તાલીમ,આધુનિક ટેક્નોલોજીની જાણકારી અને ગ્રીન ટેક્નોલોજી,બ્રાન્ડનું પ્રમોશન,સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે જોડાણ,ડિજિટલ પેમેન્ટ અને સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.