સમગ્ર દેશ 77માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતના વલસાડમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી.જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. છે.મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં 77માં સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડ જિલ્લાને રૂપિયા 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી હતી.જેમા એકસો કરોડોના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું.જે અંતર્ગત આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1.44 કરોડના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય કમ રીડિંગ સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું.મુખ્યમંત્રીએ જણાવ્યુ કે વલસાડ એ ભૂમી છે જેણે ઈરાનથી આવેલા પારસીઓને આવકાર્યા હતા.