હોલસેલ બજારમાં ભાવ ઘટવાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ સહકારી સંસ્થાઓ – NCCF અને NAFEDને મંગળવારથી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્દેશ આપ્યો છે.
જથ્થાબંધ બજારમાં ભાવ ઘટવાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ સહકારી સંસ્થાઓ NCCF અને NAFEDને મંગળવારથી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્દેશ આપ્યો છે. જુલાઈ મહિનાથી, NCCF અને NAFED બંને ટામેટાંની સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા સબસિડીવાળા દરે ટામેટાંનું વેચાણ કરી રહ્યા છે. શરૂઆતમાં મંત્રાલયે બંને સહકારી સંસ્થાઓને 90 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે ટામેટાં વેચવા કહ્યું હતું અને બાદમાં કિંમત ઘટાડીને 80 રૂપિયા પ્રતિ કિલો કરી દીધી હતી. બાદમાં તેને વધુ ઘટાડીને 70 રૂપિયા પ્રતિ કિલો કરી દેવામાં આવ્યો હતો.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટામેટાના નવા પાક પછી હવે ગ્રાહકોને 50 રૂપિયા પ્રતિ કિલોના દરે ટામેટાં મળશે. અત્યાર સુધીમાં બંને સહકારી સંસ્થાઓ દ્વારા કુલ 15 લાખ કિલો ટામેટાંની ખરીદી કરવામાં આવી છે. દેશના મુખ્ય શહેરોમાં છૂટક ગ્રાહકોને વેચવામાં આવે છે. આ સ્થળોમાં દિલ્હી-એનસીઆર, રાજસ્થાન (જયપુર, કોટા), ઉત્તર પ્રદેશ (લખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ) અને બિહાર (પટના, મુઝફ્ફરપુર, અરાહ, બક્સર)નો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF)એ સમગ્ર દિલ્હીમાં 70 સ્થળોએ અને નોઈડા અને ગ્રેટર નોઈડામાં 15 સ્થળોએ તેની મોબાઈલ વાન તૈનાત કરીને છૂટક ગ્રાહકોને ટામેટાંનું વિતરણ કર્યું હતું. વધુમાં, NCCF ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પ્લેટફોર્મ દ્વારા પણ ટામેટાંનું છૂટક વેચાણ કરે છે.
NCCF અને એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાંની ખરીદી કરે છે. આ ટામેટા એવા પ્રદેશોમાં મોકલવામાં આવી રહ્યા છે જ્યાં છેલ્લા એક મહિનામાં ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. મંત્રાલય દ્વારા ભેગા કરેલ ડેટા અનુસાર દેશમાં ટામેટાની સરેરાશ કિંમત 14 જુલાઈના રોજ 9,671 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને સોમવારે 9,195 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે જે વિસ્તારમાં સૌથી વધુ ટામેટાની ખેતી કરવામાં આવે છે તે વિસ્તારમાં આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો હતો. જેના કારણે દેશમાં ટામેટાના ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા હાત. હાલ હવે બજારમાં નવા નવા ટામેટાના પાક પર ટામેટા આવતા શરૂ થતા હવે ધીમે ધીમે બજારમાં ટામેટાની આવક પણ વધી રહી છે અને જેના કારણે હવે ટામેટા સસ્તા થશે.