રાજસ્થાન પોલીસે દાવો કર્યો હતો કે તેમની પૂછપરછમાં ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં બે લોકોની હત્યામાં બજરંગ દળના સભ્ય અને ગૌ રક્ષક મોનુ માનેસરની કોઈ સીધી સંડોવણી બહાર આવી નથી. પરંતુ હત્યાના પ્લાનિંગ અને તેને અંજામ આપવામાં તેની ભૂમિકાની હજુ તપાસ ચાલી રહી છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ કહ્યું, કે આ ઘટનામાં મોનુની કોઈ સીધી સંડોવણી નથી. તેની ભૂમિકાની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે.
મિશ્રાએ કહ્યું, “અમે એ તો નથી કહી શકતા કે હરિયાણા પોલીસ આ મામલે કેટલું સમર્થન કરી રહી છે. તેના વિશે જાહેરમાં બોલવું યોગ્ય રહેશે નહીં. અમે બાકીના ગુનેગારોને પકડવા માટે હરિયાણા પોલીસ પાસેથી સમર્થન માંગ્યું છે બાદમાં રાજ્ય પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે રાજસ્થાન પોલીસે નાસિર જુનૈદ હત્યા કેસમાં મોનુ માનેસરને કોઈ ક્લીનચીટ આપી નથી.
જુનૈદ અને નાસિરની હત્યા માટે FIRમાં સૂચિબદ્ધ 21 આરોપીઓમાંથી એક મોનુ માનેસર, હરિયાણામાં ગૌ રક્ષક માટે જાણીતી વ્યક્તિ છે. 16 ફેબ્રુઆરીએ હરિયાણાના ભિવાનીમાં એક કારમાંથી બે પિતરાઈ ભાઈઓના સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. તેના પર હરિયાણાના નૂહમાં તાજેતરની કોમી અશાંતિ પહેલા ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવાનો પણ આરોપ હતો. જોકે તેણે આ આરોપોને નકારી કાઢ્યા હતા. રાજસ્થાન પોલીસે માઇક્રો-બ્લોગિંગ સાઇટ એક્સ પર પોસ્ટ કર્યું, જે અગાઉ ટ્વિટર તરીકે જાણીતી હતી, “FIRમાં મોનુનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે. કાવતરું ઘડવામાં અને જઘન્ય અપરાધને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકાની સક્રિયપણે તપાસ કરવામાં આવી રહી છે.