વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમણે લખ્યુ કે “અદ્ભુત અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા માટે હું ભારતના 140 કરોડ લોકો સાથે જોડું છું.તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો. મેં તેને 21મી સદીમાં લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી.”.ઉલ્લેખનિય છે કે વર્ષ 2018માં 16 ઓગસ્ટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અટલ બિહારી વાજપેયીજીનું અવસાન થયું હતું.તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં વડાપ્રધાન બન્યા બાદ ભારત રત્ન અટલજીના સન્માન માટે દર વર્ષે 25 ડિસેમ્બરે તેમના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવા નક્કી કરાયુ છે.